GPSC Mains Orientation Session
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
આગામી GPSC Mains Examination ને ધ્યાનમાં રાખીને એક વિશેષ Orientation Session નું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રનો મુખ્ય હેતુ માત્ર અભ્યાસ શું કરવો તે સમજાવવાનો નથી, પરંતુ પરીક્ષક શું અપેક્ષા રાખે છે, પ્રશ્નોને કેવી રીતે સમજવા અને જવાબોમાં વધુ ગુણ કેવી રીતે મેળવવા તેની વ્યવહારુ સમજ આપવાનો છે.
આ સત્ર દરમિયાન નીચેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે:
- GPSC Mains પરીક્ષાની પ્રકૃતિ અને પરીક્ષકનો અભિગમ
- UPSC તથા GPSCના અગાઉના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ
- પ્રશ્ન પાછળનો મૂળ હેતુ (Demand of the Question) સમજવાની પદ્ધતિ
- Analytical, Multidimensional અને Current Affairs Linked Answer Writing Approach
- વિષયવાર તૈયારી માટે અસરકારક આયોજન અને રણનીતિ
- ગુણવત્તાસભર નોંધો (Notes) અને Current Affairs નો ઉપયોગ
- ઓછા સમયમાં વધુ પરિણામ મેળવવા માટેની સ્માર્ટ તૈયારી
- પરીક્ષામાં થતી સામાન્ય ભૂલો અને તેનાથી બચવાના ઉપાયો
- GPSC Mains માટે જરૂરી Presentation Skills, Structure અને Content Enrichment Techniques
આ ઉપરાંત, તૈયારીને વધુ અસરકારક બનાવવા માટે કેટલીક વિશેષ અને ઉપયોગી માહિતી પણ આપવામાં આવશે, જે તમારા સમગ્ર મેઇન્સ પ્રવાસ દરમિયાન માર્ગદર્શક સાબિત થશે.
આપ સૌ વિદ્યાર્થીઓને વિનંતી છે કે સમયસર સત્રમાં જોડાઈ આ Orientation Session નો સંપૂર્ણ લાભ લો.
"માત્ર મહેનત નહીં, પરંતુ યોગ્ય દિશામાં કરેલી મહેનત જ સફળતાનું સાચું રહસ્ય છે."
ધન્યવાદ.
11August 23, 2026 6.6K 5