વાયરસની દવા! કોલેજ સમયમાં ઘણા મિત્રો SSC CGL ની તૈયારી કરતા.... આજે… — Prep BOOSTER — TG.ME

Prep BOOSTERભાગ 1 કાનૂની ચેતવણી: ભૂલ થી પણ 1990-2000 વચ્ચેના SSC, CBI ના ગણિત રિઝનિંગ ના PYQ સોલ્વ કરવાની કોશિશ કરવી નહીં. બાકી, તમને ગણિત રિઝનિંગ આવડે છે એવો ભરોસો ઊઠી જશે! અને તમારા ફેકલ્ટી પરથી પણ ભરોસો ઊઠી જશે! અને જો કરી લેશો....તો ભરોસો આવી જશે કે મને ગણિત રિઝનીંગ…
વાયરસની દવા!


કોલેજ સમયમાં ઘણા મિત્રો SSC CGL ની તૈયારી કરતા.... આજે ઘણા એમાંથી ઇન્સ્પેક્ટર છે. તેઓએ શું કર્યું અને શા માટે આ CCE માટે જરૂરી?

⚫️ ધોરણ 9 અને 10માં NCERT માટે RD SHARMA સાહેબની પ્રેક્ટિસ બુક આવે...તેઓ આખી 2 થી 3 વખત સોલ્વ કરતા. (આપડા ગુજરાતમાં લિબર્ટી, સી જમનાદાસ વિગેરે પબ્લિકેશનની પણ આવે છે ) આનાથી પાયો પાક્કો થાય.

⚫️ ત્યાર બાદ, easy to moderate લેવલ માટે R S અગ્રવાલ સાહેબની પુસ્તક અને કિરણ પબ્લિકેશનની રેલવે માટેની પુસ્તક સોલ્વ કરતા.

⚫️ Advance જવા માટે "Fast-track Objective Mathematics" આ એક એવી પુસ્તક છે જેમાં દરેક ચેપ્ટરમાં કેટલી પેટર્ન પર પ્રશ્નો પૂછાય અને શોર્ટેસ્ટ રીતે કેવી રીતે સોલ્વ થાય એ જણાવ્યું છે.

આ થઈ ગયા 3 પડાવ! પાયો - easy/moderate - advance!

હવે આવે સૌથી મહત્વનો પડાવ : PYQ.

આના માટે YCT પબ્લિકેશ સૌથી બેસ્ટ છે! SSC માં પૂછાયેલા TCS PATTERN ના તમામ PYQ સોલ્વ કરી નાખો!

તમે જ્યારે ખરેખર આટલી પ્રેક્ટિસ કરો છો...ત્યારે વાસ્તવિક સમજાય કે ગણિત રિઝનિંગ એટલે શું!

આજે, કામધેનુ યુનિવર્સિટી ના પેપરથી એટલું તો સમજી જ ગયા હશો...કે કોઈ એક માઇન્ડ સેટ ના આધારે કે પેપરમાં આટલી જ પેટર્ન આવે આમ જ આવે ....તૈયારી કરાય નહીં. અને જો કરીએ તો... એના પરિણામ માટે પણ તૈયાર રહેવું પડે! ભાગ્યને દોષ દેવાથી કશું બદલાય નહીં.


તો, એક વખત અંતરાત્માથી બધી ટેસ્ટ સિરીઝથી દૂર જઈ ફક્ત આટલી પ્રેક્ટિસ કરો! પછી આવો મોક ટેસ્ટના મેદાનમાં...જોવો તમામ મોક માં ટોપ 5માં હશો!

Good Night Future Officers 🔥
🔥51❤24
August 23, 2026 11.3K 101