*(બ) કેસ સ્ટડી*
રોહન પ્લાસ્ટિક લિ. માં કામ કરતા કામદારો અઠવાડિયાના ૫૦ કલાકના ધોરણે પગાર અને ભથ્થા મેળવે છે. રાજિંદુ કામ સમયસર પૂર્ણ થઈ જતું હોય, કંપની ઓવર ટાઇમ આપતી નથી.જે વધુ સમય કામ કરે છે એવા કામદારને જ કંપની વધુ ભથ્થા ચૂકવે છે.
શ્રી અર્જુન, કે જે મજૂર સંઘના નેતા છે તેમના જણાવ્યા મુજબ કામદારો રજા ના દિવસે પણ કામ કરે છે, વધુમાં તેમનું અઠવાડિયાનું કામ ૫૦ કલાક કરતા પણ વધુ થઈ જતું હતું. તેથી મજૂર સંઘે ઓવર ટાઈમની માગણી કરી. "ઓવર ટાઈમ ની ચુકવણી ની કંપનીની નીતિ નથી' નો જવાબ મળ્યો. જોકે કેટલાક કામદારો એ ૫૦ કલાક કરતા પણ વધુ કામ કરવાનું ચાલુ રાખ્યું. મજૂર સંઘે ફરી તેમના માટે ઓવર ટાઈમ ની ચુકવણી કરવાની માંગણી કરી. કંપનીએ ના પડી. છેવટે મજૂર સંઘે લવાદ સમક્ષ કેસ રજૂ કર્યો. લવાદીએ કંપનીને ઓવર ટાઇમની ચુકવણી કરવાનો હુકમ કર્યો.
કંપનીએ બધા કામદારોની મીટીંગ બોલાવી અને જાહેર કર્યું કે હવેથી કોઈએ ઓવર ટાઈમ કામ કરવાનું નથી અને હવેથી આવા કાર્ય માટે કંપની કશું ચૂકવશે નહિ. જેઓ સમયસર કામ કરી શકે એવી સ્થિતિમાં ન હોય તેમણે કંપનીને જાણ કરવાની રહેશે, કે જેથી કંપની યોગ્ય પગલા લઇ શકે.
*પ્રશ્નો:*
(૧) મજૂર સંઘની માંગણી કેટલે અંશે યોગ્ય છે?
(૨) કંપનીના મેનેજર તરીકે લવાદનો ચુકાદો સ્વીકારશો? શા માટે?
(૩) મજૂર સંઘના નેતા તરીકે કંપનીના છેવટના નિર્ણય અંગે તમારા મંતવ્યો રજૂ કરો
*Case study number:-2)*
.
યશકમલ લિ ના કામદારો દૈનિક કાર્ય નક્કી કરેલા સમયમાં થતું ન હોવાથી વધુ સમય રોકાય છે અને રજાના દિવસે પણ કામ કરે છે. તેથી મજુરસંઘે કંપની પાસે થી ઓવરટાઈમ પગારની માંગણી કરી પરંતુ કંપનીએ તેનો ઇન્કાર કર્યો
ઝઘડાને ઉકેલવા તેઓએ લવાદની નિમણુક કરી લવાદે ઓવરટાઈમ વેતન ચુકવવા આદેશ આપ્યો.
કંપનીએ તેમના બધા કામદારોની સભા બોલાવી અને જણાવ્યું કે, “હવે પછી કોઈએ ઓવરટાઈમ કરવો નહીં. કંપની તેનો પગાર ચૂકવશે નહીં. જો કોઈ કામદાર નિયત સમય માં કાર્ય ન કરી શકે તો તેનીજાણ કંપનીને કરવી, જેથી ઘટતા પગલા લઇ શકાય."
*પક્ષ:*
ઉપરની બાબતો ધ્યાનમાં રાખી નીચેના પ્રશ્નોના જવાબ આપો
1. કંપની ના મેનેજર તરીકે તમે લવાદનો ચુકાદો સ્વીકારશો? શા માટે?
2. કંપનીએ લીધેલા છેવટના નિર્ણયના સંદર્ભમાં મજુરસંઘના નેતા તરીકે તમારો અભિપ્રાય આપો.
https://chat.whatsapp.com/GokFWy85agN1OBdBe7aLDw?mode=wwt
https://www.instagram.com/acmaster_2093?igsh=MW1qcmJ2aWdtNHJraQ==