ભાવભીની શ્રદ્ધાંજલિ 💐
Shubhash Kashyap
Constitutional Expert,
Renowed Author
Former Secretary General of Loksabha.
ભારતના પ્રખ્યાત સંવિધાન તજજ્ઞ, વિશિષ્ટ બંધારણીય વિદ્વાન, જાણીતા લેખક અને લોકસભાના પૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
સિવિલ સર્વિસ (UPSC / GPSC) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કદાચ આ ચહેરાને પ્રત્યક્ષ ન ઓળખતા હોય, પરંતુ તેમની લોકપ્રિય પુસ્તકો અમારું સંવિધાન' (Our Constitution) અને અમારી સંસદ' (Our Parliament) ચોક્કસ વાંચી હશે.
આજે દેશમાં જે ઉચ્ચ અધિકારીઓ સેવા આપી રહ્યા છે, તેમાંથી મોટાભાગના અધિકારીઓ ડૉ. કશ્યપના પુસ્તકો વાંચીને જ આગળ વધ્યા છે અને બંધારણને સમજ્યા છે, તે વાતમાં કોઈ અતિશયોક્તિ નથી.
તેમણે ભારતીય બંધારણ, સંસદીય પ્રક્રિયાઓ અને શાસન વ્યવસ્થા પર અનેક મહત્વપૂર્ણ પુસ્તકો લખીને દેશના લાખો યુવાનોનું માર્ગદર્શન કર્યું છે. બંધારણના સરળીકરણ અને સંસદીય લોકશાહીના પ્રસારમાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના પરિવાર તેમજ અસંખ્ય વાચક વર્ગને આ અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ આપે.
ૐ શાંતિ! 🙏






