હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું! તમારા સમ! તમારા પર વધારે… — Suvichar 🧿 — TG.ME

હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું!
તમારા સમ! તમારા પર વધારે વ્હાલ રાખું છું!

તમે મનમાં હજારો વાર મારું નામ બોલો છો,
તમે રાખો ન રાખો હું બધો અહેવાલ રાખું છું!

મળે કે ના મળે મંઝિલ સફરનો લૂંટવા આનંદ,
તમે ચાલો છો એ રસ્તે જ મારી ચાલ રાખું છું!

કહો ને પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું?
કદીયે પ્રેમ કરવામાંય ક્યાં હું કાલ રાખું છું!
@Suvichar
❤23
December 21, 2025 7.4K 12