આજના દિવસે દિપાવલી પર્વનો મહિમા. અજાનભુજ અશ્વિની અમાસે, અવધ પધાર્યા… — Suvichar 🧿 — TG.ME

આજના દિવસે દિપાવલી પર્વનો મહિમા.

અજાનભુજ અશ્વિની અમાસે,
અવધ પધાર્યા તા' આજ;

દિપ પ્રજ્વાળી ઉજવે દિપાવલી,
ત્યારથી સૌ સમાજ.

✍🏻અજાન.

🪔દિપાવલી

આજના દિવસે રઘુકુલભૂષણ શ્રીરામચંદ્ર પ્રભુ પિતાના વચને બારવર્ષનો વનવાસ પૂર્ણ કરી, રાવણ રૂપી અહંકાર, અંધકાર, આસુરીત પર વિજય પ્રાપ્તકરી જ્યારે અયોધ્યા પાછાં ફર્યા ત્યારે
સંધ્યાનો સમય હતો, સર્વ જન સમુદાયે પ્રભુનું સ્વાગત દિપ પ્રગટાવી કર્યું. ત્યારથી અંધકાર પર જ્ઞાન રૂપી પ્રકાશના વિજય પ્રતીક રૂપે દિપાવલી મહાપર્વ તરીકે ઉજવાય છે.
ભારતીય સુદાયમાં ઘણાં તહેવારો ઉજવવામાં આવે છે એમાં દિપાવલી ત્યોહારોનો રાજા સમાન મહા ત્યોહાર છે.
બીજે જ દિવસે ક્ષત્રિયશ્રેષ્ટ સૂર્યવંશ દિવાકર શ્રી રાઘવેન્દ્ર સરકારનો રાજ્યાભિષેક થયો અને રામરાજ્ય સ્થપાયું તે દિવસથી કાર્તિક સુદ પડવાથી નુતનવર્ષ તરીકે ઉજવીએ છીએ..

પરંપરાઓને અનુસરતા આ મહાપર્વ આસો વદ અગિયારસ 'રમા એકાદશી'થી શરૂ થાય છે, વાઘબારસ(વાગ્બારસ), ધનતેરસ, કાલીચૌદશ, અમાસ(દિપાવલી), નવવર્ષના કાર્તિક સુદ પડવો(બેસતું વર્ષ), ભાઈબીજથી લાભપાંચમ સુધી મહાપર્વ ઉજવાય છે.

આ ઉજવણી દરમિયાન આખા વર્ષના લેખા-જોખા યાદ કરવાનો સમય અને નવા વર્ષ માટે માં જગદંબા સ્વરૂપ દેવી સરસ્વતી અને મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે શારદા પૂજન, કાળીચૌદશે ભૈરવ અને શુરાપુરાના કસુંબા કરાવવાનો અને પૂજન કરવાનો સમય, ચોપડા પૂજન કરવાનો પર્વ એટલે દિવાળી.

शुभं करोतु कल्याणं आरोग्यं धनसंपदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते।।

✍🏻ધર્મરાજસિંહ જયવીરસિંહ વાઘેલા(છબાસર)

આવા દિવ્ય મહાપર્વની આપ સર્વે મિત્રોને, સ્નેહીજનો, સ્વજનોને અમારા અને અમારા પરિવાર વતિ ખૂબ ખૂબ શુભકામનાઓ.

@Suvichar
❤8
October 20, 2025 9.5K 5