કાળી ચૌદશ' કાળી ચૌદશ એટલે વિક્રમ સવંતના અંતિમ દિવસ પહેલાનો અંધકાર મય… — Suvichar 🧿 — TG.ME

'કાળી ચૌદશ'

કાળી ચૌદશ એટલે વિક્રમ સવંતના અંતિમ દિવસ પહેલાનો અંધકાર મય દિવસ (કૃષ્ણ પક્ષ કે અંધારિયા)ની અશ્વિન (આસો)માસની ચતુર્દશી.

એ અંધકારને આપણે બીજે દિવસે અમાવસ્યાની રાત્રે દીપ પ્રજ્વલિત કરીને અંધકાર થી નવા વર્ષે પ્રકાશ તરફની ગતિ કરીએ છીએ એ 'બ્રહ્મદારણ્યકોપનિષદ' માં આ શ્લોક દ્વારા કહેવામાં આવ્યું છે કે :
'असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मामृतं गमय'

પરંતુ આપણે વાસ્તવિકતા સમજ્યા વગર આપણી પરંપરાગત સંસ્કૃતિના પાવન પર્વો ઉજવતા થઈ ગયા છીએ.

આ કાળીચૌદશને 'નરક ચતુર્દશી' પણ કહે છે. દ્વાપરયુગ દરિમયાન પ્રાગજ્યોતિષ પુરમાં નરકાસુરનામના દૈત્યનો ખૂબ જ ત્રાસ હતો. એણે 16000 સ્ત્રીઓને પોતાની બંદી બનાવી નર્ક સમાન યાતના આપતો હતો. સ્ત્રીશક્તિને તુચ્છ સમજનાર નરકાસુરને એ બંદીવાન સ્ત્રીઓનો શ્રાપ હતો કે એક સ્ત્રી જ એને મારશે.
આમ શ્રી કૃષ્ણએ પોતાના પટરાણી અને ભૂ-દેવીનો અવતાર સત્યભામાજી સાથે રહી ગરુડ પર સવાર થઈ સ્ત્રીઓના આત્મગૌરવની રક્ષા કરવા સત્યભામાજીના હાથે નરકાસુરનો આજના દિવસે એના 8 પુત્રો સહિત વધ કર્યો હતો. અને 16000 સ્ત્રીઓને મુક્ત કરાવી. પરંતુ આજની પેઢીને ખબર નઈ હોય કે એક રાક્ષસ દ્વારા હરણ કરેલી સ્ત્રીઓને સમાજ ક્યારેય સમ્માનની દ્રષ્ટિએ નહિ જોવે અને કોણ તે સ્ત્રીઓને પત્ની તરીકે અપનાવે? માટે એ 16000 સ્ત્રીઓને સમ્માન આપતા ભગવાને સ્વયં તેમની સાથે વિવાહ કરી દ્વારિકાની રાણીનું સમ્માન આપ્યું હતું. સ્ત્રી સમ્માનનું આવું ઉદાહરણ તો શ્રી કૃષ્ણ જેવા ક્ષત્રિય જ આપી શકે.

માટે આજનો દિવસ સ્ત્રી સમ્માનનો દિવસ છે, સ્ત્રી શક્તિ ને મહાકાળી, મહા સરસ્વતી, અને મહાલક્ષ્મી રૂપે પૂજવાનો પર્વ છે. નહિ કે અંધ વિશ્વાસનો.

✍🏻 ધર્મરાજસિંહ છબાસર
@Suvichar
❤15
October 19, 2025 5.9K 4