હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું! તમારા સમ! તમારા પર વધારે વ્હાલ રાખું છું! તમે મનમાં હજારો વાર મારું નામ બોલો છો, તમે રાખો ન રાખો હું બધો અહેવાલ રાખું છું! મળે કે ના મળે મંઝિલ સફરનો લૂંટવા આનંદ, તમે ચાલો છો એ રસ્તે જ મારી ચાલ રાખું છું! કહો ને પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું? કદીયે પ્રેમ કરવામાંય ક્યાં હું કાલ રાખું છું! @Suvichar
December 21, 2025 7.4K 12