1. 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપ લોન્ચ
સમાચાર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની ગાંધીનગર લોકસભા મતવિસ્તારની લાઈબ્રેરીઓને જોડવા માટે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ગ્રામીણ જ્ઞાન સેતુ' (Gramin Gyan Setu) એપ લોન્ચ કરી.
મહત્વ: પદ્મશ્રી એસ. આર. રંગનાથનની જન્મજયંતિ ('રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ') નિમિત્તે દરેક ગામમાં, ખાસ કરીને શાળાઓ નજીક લાઈબ્રેરી સ્થાપવાના હેતુથી આ એપ શરૂ કરાઈ.
2. મેટા દ્વારા 'Muse Glimmer' AI મોડેલ લોન્ચ
સમાચાર: મેટાએ 'Muse Glimmer' નામનું નવું ઓપન-વેઇટ (Open-Weight) AI મોડેલ લોન્ચ કર્યું છે, જે ખાસ કરીને Agentic AI કાર્યો માટે બનાવવામાં આવ્યું છે.
વિશેષતા: તે માનવ હસ્તક્ષેપ વગર બહુ-ચરણીય (multi-step) કાર્યો કરી શકે છે. આ મોડેલ નાનું હોવાથી સિંગલ GPU ધરાવતા Mac અથવા PC પર લોકલી રન થઈ શકે છે.
3. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન
સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા "Triumph of the Indian Republic: My Life, My Struggles" નું વિમોચન કરશે.
વિગતો: આ પુસ્તકમાં રામનાથ કોવિંદના જીવન, સંઘર્ષ, જાહેર સેવા અને રાષ્ટ્રપતિ ભવન સુધીની પ્રેરણાદાયી યાત્રાના અનુભવો આલેખવામાં આવ્યા છે.
4. ડૉ. પદ્મ ગુર્મેતને UT લદાખ સ્ટેટ એવોર્ડ 2025
સમાચાર: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોવા રિગ્પા (NISR), લેહના ડાયરેક્ટર ડૉ. પદ્મ ગુર્મેતને 'UT લદાખ સ્ટેટ એવોર્ડ 2025' થી સન્માનિત કરવામાં આવ્યા.
ક્ષેત્ર: તેમને સાહિત્ય, કલા અને હસ્તકળા (Literature, Art and Craft) ક્ષેત્રે સોવા રિગ્પા (તિબેટીયન પરંપરાગત ચિકિત્સા) અને લદાખી સંસ્કૃતિના સંરક્ષણ માટે આ એવોર્ડ મળ્યો.
5. ભારત-મલેશિયા વચ્ચે 'ઉદાર શક્તિ 2026' યુદ્ધાભ્યાસ (14 ઓગસ્ટ 2026)
સમાચાર: ભારતીય વાયુસેના (IAF) અને રોયલ મલેશિયન એરફોર્સ (RMAF) વચ્ચે મલેશિયાના સુબંગ એર બેઝ પર દ્વિપક્ષીય હવાઈ કવાયત 'Udara Shakti 2026' શરુ થઈ.
વિગતો: આ 5-દિવસીય કવાયતમાં બંને દેશોના 83 સૈન્ય કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે, જેનો હેતુ ઓપરેશનલ કોઓર્ડિનેશન અને સૈન્ય સહયોગ વધારવાનો છે.
6. ગોવામાં 8મી BRICS ઓશિયાનિક એન્ડ પોલાર સાયન્સ મીટિંગ
સમાચાર: ભારતની BRICS અધ્યક્ષતા હેઠળ ગોવામાં 8મી BRICS Oceanic and Polar Science Working Group (OPST) ની 3-દિવસીય બેઠક (14-16 ઓગસ્ટ) શરૂ થઈ.
સંસ્થા: પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળનું 'નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ' (NCPOR) આ બેઠકનું આયોજન કરી રહ્યું છે, જેમાં 8 સભ્ય દેશો ભાગ લઈ રહ્યા છે.
7. હાથી સંરક્ષણ માટે 'ગજ ગૌરવ એવોર્ડ 2026'
* સમાચાર: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે વિશાખાપટ્ટનમમાં 'ગજ ગૌરવ એવોર્ડ 2026' એનાયત કરવામાં આવ્યા.
વિજેતા: પશ્ચિમ બંગાળના જલદાપારા વાઇલ્ડલાઇફ ડિવિઝનના 7 ફ્રન્ટલાઇન મહાવતો અને વન કર્મચારીઓને ઉત્તર બંગાળના પૂર દરમિયાન હાથીઓ અને લોકોના જીવ બચાવવા બદલ આ એવોર્ડ મળ્યો.
8. ઘાંસના મેદાનો માટે ભારતની પ્રથમ ગાઈડલાઇન
સમાચાર: મંગોલિયાના ઉલાનબાતાર ખાતે UNCCD COP17 બેઠકમાં ભારતે "Guide to Grasslands and Other Open Natural Ecosystems (ONEs) of India" બહાર પાડી.
વિગતો: આ માર્ગદર્શિકા હિમાલયથી લઈને રણ વિસ્તારો સુધીના ઘાસના મેદાનો અને નિવસનતંત્રોના સંરક્ષણ તથા પુનઃસ્થાપન પર ભાર મૂકે છે.
34
1August 25, 2026 10.3K 61