#CBRT
#PART1
CBRT વિશે થોડું સમજવાની કોશિશ કરીએ.....CBRT માં NORMALIZATION ઘણા માટે વરદાન છે અને ઘણા માટે શ્રાપ!
Normalization નો ફાયદો લેવો હોય તો આટલી બાબતનું ધ્યાન રાખો :
અને જો શિફ્ટ easy આવી જાય...તો easy easy કરી ને ખોટા કરી નહીં આવી જવાનું. નઈ તો ભૂલ બહુ ભારે પડી જાય.
In short, hard આવે તો બેસ્ટ perform કરવું પડશે અને easy આવે તો silly mistakes ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
હાલ તમે મોક પ્રેક્ટિસ કરી જ રહ્યા હશો.....મારી સલાહ...ઓછામાં ઓછી 50 મોક તો પ્રેક્ટિસ કરવી જ જોઈએ. એ પણ અલગ અલગ સંસ્થાની....દરેક નો દૃષ્ટિકોણ અલગ હોય. બને તો એવી મોક પકડો જે વધુમાં વધુ PYQ થી બની હોય. (દસ Booster મોક PYQ આધારિત નથી, mega test PYQ આધારિત છે). અને દરેક ટેસ્ટ માં topper નો શું સ્કોર છે એનાથી નજીક કેમ જવું એ બાબતે વિચારો.
ઉદાહરણ તરીકે, booster mock 4 and 5 બહુ જ હાર્ડ છે. અને ઘણા પ્રશ્નોની પેટર્ન CCE ના પ્રશ્નો ને અનુરૂપ પણ નથી. બેન્કિંગ તરફ ઝુકાવ વધુ છે. પણ..પણ... ટોપર ને 120+ છે...અને જો તમારે 60 માર્ક હોય તો ગેપ 60 માર્ક નો છે. મોક કેવી હતી એ વિશ્લેષણ કરવાની જગ્યા એ 60 માર્ક નો ગેપ કેવી રીતે ઘટાડવો એના પર ભાર આપવો.
આટલા નિયમો બનાવી લો :
ઉદાહરણ : સ્ત્રી 1 - 116, મોક 1 : 140, મોક 2 : 133, મોક 4 : 124..... પેપર નું લેવલ ગમે તેવું રહ્યું...100 નીચે આમને માર્ક નથી ગયા.
કોઈ શિફ્ટ માંથી 150 થાય તો કોઈ માંથી 600..... અને એનો ઘણો ખરો આધાર deviation પર છે. અને deviation નો આધાર શિફ્ટ એવરેજ, ટોપર માર્ક, છેલ્લે આવેલ વ્યક્તિના માર્ક અને અન્ય એક બે બાબતો પર આધાર રાખે.
આ અસર/ફરક ને "minimal" કે "minimise" કરવા માટે બને એટલી મોટી શિફ્ટ કેપેસિટી રાખવામાં આવે છે.
હાલ લેવાતી ટેક્નિકલ CBRT પરીક્ષાઓ ના અનુભવે પૂછો તો સામાન્યતઃ માર્ક વધે. કારણ કે શિફ્ટ limited અને ઉમેદવાર ઓછા.
પણ આમાં, લાખો ઉમેદવાર છે.....
આજ કે લિયે બસ ઇતના હિ!
જાગતે રહો 🔥

