આના પર જરૂરથી વિચાર કરજો (ગુજરાતીમાં) CLICK HERE TO READ IN ENGLISH… — Harmony UPSC/GPSC🌈 — TG.ME

આના પર જરૂરથી વિચાર કરજો (ગુજરાતીમાં) CLICK HERE TO READ IN ENGLISH LANGUAGE હાલમાં ભારતમાં 5,500 થી વધુ IAS, 4,500 IPS, 2,000 IFoS અને 850 IFS અધિકારીઓ સેવામાં છે. આ ઉપરાંત IRS અને IAAS જેવી કેન્દ્રીય સેવાઓમાં પણ હજારો અધિકારીઓ કાર્યરત છે. તેમાં 1947થી અત્યાર સુધીમાં નિવૃત્ત થયેલા અંદાજે 30,000 જેટલા અધિકારીઓને પણ ઉમેરી લો. આમ છતાં, UPSC મુખ્ય પરીક્ષા (Mains)ની એથિક્સ (Ethics) અથવા ગવર્નન્સ (Governance)ની કોઈપણ આન્સર કોપી ઉઠાવીને જુઓ, તો તમને વારંવાર આ જ ગણ્યાગાંઠ્યા નામો રિપીટ થતા જોવા મળશે: ટી.એન. શેષન, અશોક ખેમકા, દુર્ગા શક્તિ નાગપાલ, આર્મસ્ટ્રોંગ પામે વગેરે. આ બધા અદ્ભુત અધિકારીઓ છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ શું આપણે ખરેખર એવું સાબિત કરવા માંગીએ છીએ કે 40,000થી વધુ અમલદારો (Bureaucrats) માંથી માત્ર ગણ્યાગાંઠ્યા અધિકારીઓએ જ પ્રામાણિકતા, નવીનતા કે હિંમત દાખવી છે? આ બાબત આપણી તૈયારીમાં રહેલા એક મોટા "ગાડરિયા પ્રવાહ" (Herd Mentality) ને છતી કરે છે. પરીક્ષકો 10,000 માંથી 9,000 આન્સર કોપીઓમાં 'અશોક ખેમકા'નું નામ વાંચવા મળશે. આ બાબત હવે તમારું વિશાળ વાંચન કે જ્ઞાન નથી દર્શાવતી; તે માત્ર કોચિંગ ક્લાસના મટિરિયલની કરેલી ગોખણપટ્ટી જ દર્શાવે છે. સાચું વહીવટી કાર્ય (Real Governance) હંમેશા શાંતિથી થતું હોય છે. દરરોજ, હજારો અનામી અધિકારીઓ રાષ્ટ્રીય સમાચારની હેડલાઇન્સમાં આવ્યા વિના જ જિલ્લાઓની કાયાપલટ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છે. જો તમે ખરેખર ઇચ્છતા હોવ કે પરીક્ષામાં તમારા જવાબો બીજા કરતા અલગ અને પ્રભાવશાળી દેખાય, તો આ એકના એક નામોનું પુનરાવર્તન કરવાનું બંધ કરો. થોડું ઊંડાણપૂર્વક સંશોધન કરો. સ્થાનિક અને પ્રાદેશિક સમાચાર પત્રો વાંચો. એવા અધિકારીઓને શોધો જેઓ પ્રસિદ્ધિ વિના શાંતિથી ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે. આ ગાડરિયા પ્રવાહને બંધ કરો! @HarmonyGPSC

❤12💯7🫡3👌2🔥1
August 13, 2026 2.9K 4