Güjârātí😋😜😎❞ ❛❛આપ્યું ગઝલનું રૂપ તો અક્ષર થઈ હતી! જે સાંજ તારા… — Gujarati Official — TG.ME

❝Güjârātí😋😜😎
❛❛આપ્યું ગઝલનું રૂપ તો અક્ષર થઈ હતી!
જે સાંજ તારા સાથથી અવસર થઈ હતી!

એકે હૃદયની મંજૂરી એમાં ભળી નહીં;
ભૂલી જવાની વાત પરસ્પર થઈ હતી!

બેરોજગાર થઈ ગયા ભીંતોના કાન પણ;
ખામોશી જાતે પ્રશ્ન ને ઉત્તર થઈ હતી!

કહીને ગયો તું જ્યારથી અકબંધ રહેશે પ્રેમ;
એ પળ પછીથી આંખ બે પગભર થઈ હતી!

બીજું તો કોણ એ રીતે રક્ષા સતત કરે!
માળા જપું જે નામની બખ્તર થઈ હતી!

તારા ગયા પછી સદા ખાલી રહ્યું મકાન,
યાદોને રાખવા જગા બહેતર થઈ હતી.

જુદા થવાથી ફાયદો બસ એટલો થયો;
અફસોસની અનુભૂતિ સધ્ધર થઈ હતી!❜❜

@Gujarati
❤7
August 21, 2026 3K 3