Güjârātí😋😜😎❞ ❛❛ખોબો ભરી માથે ચડાવું તને, ચાલ તારી માયા લગાડું તને… — Gujarati Official — TG.ME

❝Güjârātí😋😜😎
❛❛ખોબો ભરી માથે ચડાવું તને,
ચાલ તારી માયા લગાડું તને.

આજ છે આંખોમાં મારી ઉજાસ,
ચાલ શબ્દોના આભૂષણથી સજાવું તને.

ભોજન છપ્પન નથી મારી પાસે,
પણ ચાલ હાથેથી જમાડું તને.

થાય નહીં આ પ્રેમ ઓછો ક્યારેય,
ચાલ મુજને રોજ ગમાડું તને.

કરવાને તો વાતો અખૂટ છે તારી,
આ ગણતરીના વાક્યોમાં કેમ સમાડું તન!

આ ઓરડો બહુ નાનો છે જેનિલ,
ચાલ મારા હૃદયમાં બેસાડું તને.❜❜
- જેનિલ!

@Gujarati
❤15👍2
July 25, 2026 4.8K 11