Güjârātí😋😜😎❞ ❛❛કિનારાને ભલામણ કરીને ગઈ છે! મને સાવ મઝધારે મૂકીને… — Gujarati Official — TG.ME

❝Güjârātí😋😜😎
❛❛કિનારાને ભલામણ કરીને ગઈ છે!
મને સાવ મઝધારે મૂકીને ગઈ છે!

મોજાંઓનો બરાબર પારખી મિજાજ
મારું નામ રેત પર લખીને ગઈ છે!

ભૂલથીએ ફસાતી નથી એકેય માછલી
માછલીઓને કાનમાં શું કહીને ગઈ છે ?

રિસાયેલી એક નદીને મનાવવા ખાતર
દરિયાને છેક ઘર સુધી લઈને ગઈ છે !

લઈ ગઈ છે એક ખોબો ભરી છિપલાં
સમંદરને થોડોક આમ લૂંટીને ગઈ છે!❜❜

@Gujarati
❤13
June 30, 2026 5.2K 6