Güjârātí😋😜😎❞ ❛❛બારણું જોજે ને માથું સાચવીને આવજે, મારા દરવાજે જરા… — Gujarati Official — TG.ME

❝Güjârātí😋😜😎
❛❛બારણું જોજે ને માથું સાચવીને આવજે,
મારા દરવાજે જરા નીચો નમીને આવજે.

પ્રેમ ને સદ્ભાવનું વાતાવરણ મળશે તને,
બૂટ-ચપ્પલ ને અહમ્ દ્વારે મૂકીને આવજે.

હોય છે હંમેશ ખુલ્લાં દ્વાર મારાં તે છતાં,
ટેરવે ભીના ટકોરા ગોઠવીને આવજે.

દોસ્તો મારા વિશે પૂરી વિગત આપે નહીં,
ક્યાંક મારા શત્રુઓને પણ મળીને આવજે.

આવશે તો એક-બે ગઝલોય સંભળાવીશ તને,
કામથી પરવારીને ધીરજ ધરીને આવજે.

જા તને દીવો બુઝાવાનો ગુનો પણ માફ છે,
પણ પવન તું એમની ખુશબૂ લઈને આવજે.

ક્યાં સુધી મળશું ખલીલ આવા કશા સગપણ વિના,
કોઈ સંબંધ આ વખત નક્કી કરીને આવજે.❜❜
- ખલીલ ધનતેજવી

@Gujarati
❤12👍4🔥1
June 30, 2026 4.2K 14