❝Güjârātí😋😜😎❞
❛❛અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ,
માણસ થવાનો અભિનય કરી જુઓ.
પ્રતિબિંબ આંખ ચોળતા જાગી પડે કદાચ,
દર્પણના અંધકારને દીવો ધરી જુઓ.
એ તો પ્રચંડ ધોધ થઈને પડ્યા કરે,
ને ધોધ વચ્ચે આપણું માથું ધરી જુઓ.
દુનિયાએ કાંટા વાવ્યા છે ઘરથી કબર સુધી,
ખુલ્લા પગો લઈને બને તો ફરી જુઓ.
મુઠ્ઠીમાં ક્યાં સુધી તમે સંતાડી રાખશો,
'આદિલ' આ છેલ્લો સિક્કો હવે વાપરી જુઓ.❜❜
- આદિલ મન્સૂરી
@Gujarati
8
3June 30, 2026 4K 7