વિનમ્ર અપીલ 👏 ➡️તાજેતરમાં STI-27ની જાહેરાતમાં જાહેર થયેલી OPT… — Prep BOOSTER FOR MAINS — TG.ME

👏વિનમ્ર અપીલ 👏

➡️તાજેતરમાં STI-27ની જાહેરાતમાં જાહેર થયેલી OPT Listમાં એવા ઉમેદવારોનો સમાવેશ થયો છે, જેઓ અગાઉ DYSO-08 તથા DYSO-127ની Final Resultમાં સફળ થયેલા છે. આવા તમામ ઉમેદવારોને દિલથી એક નમ્ર વિનંતી છે કે, જો શક્ય હોય તો કૃપા કરીને OPT (Option) જરૂર આપશો.

➡️તમારો એક OPT OUT કદાચ તમારા માટે માત્ર એક વિકલ્પ હોય, પરંતુ કોઈ જરૂરિયાતમંદ પરિવારના ઘરમાં આવનારી નવરાત્રિ કે દિવાળીના પર્વે એક વધારાનો દીવો પ્રગટાવી શકે છે. 🪔

➡️ખાસ કરીને ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા કોઈ વિદ્યાર્થીને સરકારી નોકરી પ્રાપ્ત થવી એ માત્ર તેની વ્યક્તિગત સફળતા નથી; તે સમગ્ર પરિવાર માટે આશાનું કિરણ અને આખા ગામ માટે પ્રેરણાનું પાથેય બની શકે છે. એક યુવાનને મળેલી તક તેના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે, ગામના અન્ય વિદ્યાર્થીઓમાં નવી આશા જગાવી શકે અને આવનારા સમયમાં અનેક વધુ વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરી શકે.

➡️તમારી એક નાની પસંદગી, કોઈના જીવનમાં મોટી તક બની શકે છે.
તમારો એક OPT OUT કોઈના સપનાને સાકાર કરવાનો માર્ગ બની શકે છે; કોઈ ઘરમાં ખુશી લાવી શકે છે અને કોઈ ગામમાં નવી આશા પ્રગટાવી શકે છે.

➡️આથી તમામ સફળ ઉમેદવારોને અત્યંત વિનમ્ર અને હૃદયપૂર્વકની અપીલ છે કે, શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ ઉમેદવારો OPT કરીને કોઈ અન્ય લાયક અને મહેનતુ ઉમેદવાર માટે સેવા અને સફળતાનો એક નવો દ્વાર ખોલે.

કદાચ આપના એક નિર્ણયથી કોઈ અજાણ્યા પરિવારના ઘરમાં આ દિવાળીએ દીવો થોડો વધુ પ્રકાશિત થશે. 🪔🙏
❤15👏4👍3
September 4, 2026 2.1K 2