*વચનામૃત ભાષ્યનો જય હો...* પ્રતિ, આણંદ - વલ્લભ વિદ્યાનગર અને આસપાસ વસતાં સૌ ભાવિક - ભક્તો આપ સૌને જણાવતાં આનંદની અનુભૂતિ થાય છે કે સનાતન શાસ્ત્ર પરંપરા સંમત *અક્ષરપુરુષોત્તમ દર્શન* ના પ્રસ્થાનત્રયી ભાષ્યો અને વાદગ્રંથના લેખન કાર્ય બાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની પરાવાણીના ગ્રંથ વચનામૃત પર ભાષ્યગ્રંથ રચાય તેવો સંકલ્પ કર્યો છે. મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચનાર આ ગ્રંથનું લેખનકાર્ય આવતીકાલે તારીખ ૧૧ જૂન ૨૦૨૬,ગુરુવાર અધિક જેઠ વદ એકાદશીથી શરૂ થનાર છે. સારંગપુરમાં વિરાજિત પરમ પૂજ્ય સ્વામીબાપાને આ પ્રસંગે અદમ્ય ઉત્સાહ છે અને આ આનંદની ઉજમણીમાં આપણને સૌને સહભાગી બનવા આપણને સૌને પણ આગ્ના કરી છે. જે મુજબ આપણે સૌ BAPS મંદિર,આણંદ ખાતે સમગ્ર દિવસ દરમિયાન આ ઉજવણીમાં નીચે મુજબ સંમિલિત થઈશું. સવારે ૬:૦૦ : મંગળા આરતી સવારે ૬:૧૫ : ભાષ્ય પ્રારંભ મહાપૂજા સવારે ૭:૩૦ : શણગાર આરતી સવારે ૭:૪૫ : વચનામૃત રાજોપચાર પૂજન + કથા સવારે ૮:૧૫ : અખંડ વચનામૃત પાઠ (દર્શને આવનાર પ્રત્યેક હરિભક્ત ઓછામાં ઓછી ૧૦ મિનિટ વચનામૃત નો પાઠ કરે.) સાંજે ૬:૩૦ : સિધ્ધાંત કથા સાંજે ૭:૦૦ : સંધ્યા આરતી + દીપમાળ દર્શન સાંજે ૭:૨૦ : વચનામૃત શોભાયાત્રા આવો,આપણે સૌ પણ તન - મન - ધનથી સેવા કરી આનંદના આ અવસરને અંતરમાં ભરીએ. *નોંધ :* પરમ પૂજ્ય સ્વામીબાપાએ જે હરિભક્તો એકાદશીએ પ્રવાહી કે નિર્જળા ઉપવાસ કરે છે તે સૌ ભક્તોને ફરાળ કરી આ ઉજવણી કરવા આગ્ના કરી છે. *વચનામૃત ભાષ્યનો જય હો...*
Anand Temple: post #464 — TG.ME
June 10, 2026 667 2