EOS-05 એ ભારતનો પ્રથમ એવો ઇમેજિંગ સેટેલાઇટ છે જે જિયોસિન્ક્રોનસ ઓર્બિટ (Geosynchronous Orbit) માં તૈનાત રહેશે.
પૃથ્વીથી 36,000 કિલોમીટર ઉપર સ્થિર રહીને તે સતત ભારતીય ઉપખંડનું નિરીક્ષણ કરશે. સામાન્ય રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ઓછી ઊંચાઈએ ફરતા હોવાથી કોઈ સ્થાનની તસવીર લેવામાં દિવસો લાગે છે, જ્યારે આ સેટેલાઇટ દર 30 મિનિટ સમગ્ર ભારત ભૂભાગની તસવીર લઈ શકશે. કટોકટીના સમયે આ સમયગાળીને 5 મિનિટ સુધી ઘટાડી શકાશે.
આ સેટેલાઇટમાં 700 મિલીમીટરનું હાઈ-ટેક ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે. જે વિઝિબલ, નિયર-ઈન્ફ્રારેડ અને શોર્ટ-વેવ ઈન્ફ્રારેડ બેન્ડમાં ડેટા એકત્ર કરશે.
આ સિસ્ટમ પૂર, વાવાઝોડું કે જંગલની આગ જેવી કુદરતી આપત્તિઓનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં મદદરૂપ થશે. આ સિવાય કૃષિ ક્ષેત્રે પાકની સ્થિતિ, જમીનનો ભેજ, પર્યાવરણની જાળવણી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ સેટેલાઇટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

7