આ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે UGC પ્રશ્ન એ હતો કે, સ્વનિર્ભર (Self-financed) કોલેજમાં નિયમિત રીતે નિયુક્ત થયેલા Assistant Professor અથવા Principal ને માત્ર એટલા માટે અગાઉના શિક્ષણ અનુભવના ગુણ ન આપી શકાય કે તેમને UGC પગારધોરણને બદલે ફિક્સ પગાર મળતો હતો?
અંતિમ આદેશ
માનનીય હાઈકોર્ટે તમામ અરજીઓ મંજૂર કરીને આદેશ કર્યો કે:
* અરજદારોને Regulation 10(b) નો લાભ આપવામાં આવે.
* અગાઉના શિક્ષણ અનુભવના ગુણ આપવામાં આવે.
* ઉમેદવારોનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે.
* સુધારેલી મેરિટ તૈયાર કરવામાં આવે.
ચુકાદાનું મહત્વ
આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે સ્વનિર્ભર કોલેજમાં નિયમિત રીતે નિયુક્ત થયેલા શિક્ષકને માત્ર ફિક્સ પગાર મળતો હતો તે કારણસર તેના શિક્ષણ અનુભવને નકારી શકાય નહીં.
શિક્ષણ અનુભવની ગણતરી માટે મુખ્ય બાબતો છે:
* નિયમિત નિમણૂક,
* UGC લાયકાત,
* નિયત પસંદગી પ્રક્રિયા,
* અને સમકક્ષ પદ પર સેવા.
વાસ્તવિક મળેલો પગાર નહીં, પરંતુ નિમણૂકની કાનૂની માન્યતા અને પદનું સ્વરૂપ નિર્ણાયક છે. જોકે, આ ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની તક આપવા માટે હાઈકોર્ટે તેના અમલ પર ત્રણ અઠવાડિયાનો સ્થગન (Stay) પણ આપ્યો છે.
July 25, 2026 4.7K 8