લોકરક્ષકની પરીક્ષા આપતા ઉમેદવારો માટે ⭐ 📌પરીક્ષા પહેલા તમારી… — Catalyst — TG.ME

⭐લોકરક્ષકની પરીક્ષા આપતા ઉમેદવારો માટે ⭐ 📌પરીક્ષા પહેલા તમારી મનોસ્થિતિની સીધી અસર પરીક્ષાખંડમાં દેખાશે. એટલે અત્યાર સુધી તમે જે વાંચ્યું છે તે પર્યાપ્ત છે અને પરિણામ તમારા પક્ષમાં જ આવશે એવા હકારાત્મક અભિગમ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવાનો છે. પેપર અટેમ્પ કરવાની સાચી રણનીતિ શું હોવી જોઈએ ❓ 📌જેવું તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે એટલે ઉપર ઉપરથી એક વખત આખી નજર ફેરવી લેવી, જેથી તમને ખ્યાલ આવે કે પેપર લેંધી છે કે સમયમાં પૂરું થઈ જાય તેવું છે. જેથી એ મુજબ આપણે ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ. 📌સૌથી પહેલા PART: B થી શરૂઆત કરવી વધુ યોગ્ય રહેશે. PART B ના 120 પ્રશ્નોમાં go through કરી લેવાનું છે. સાચા જવાબ પ્રશ્નપત્રમાં માર્ક કરતું જવાનું (OMR માં નહીં) જે સવાલ નથી આવડતો તેને હાલ પૂરતો છોડતો જવાનો છે. 📌ત્યાર બાદ પેપરમાં માર્ક કરેલા દરેક જવાબ OMR SHEET માં ભરી દેવા. અને પછી Part A ની શરૂઆત કરો. એ જ પેટર્નથી આગળ વધીશું જે પ્રશ્નો આવડે એ પ્રશ્નપત્રમાં માર્ક કરી દઈશું. અને પછી તેને OMR SHEET માં ભરી દઈશું. 📌ત્યારબાદ ફરી PART B માં વધેલા સવાલોને લઈશું અને જો જવાબ 50:50 આવડતો હોય તો અટેમ્પ્ટ કરી દેવો અને બિલકૂલ ન આવડે તો સાથે સાથે જ E ટીક કરતા જઈશું. એવી જ રીતે ફરી PART - A માં પણ એ જ રીતે કરવું. OMR માં તમામ જવાબ ભરેલા જ હોવા જોઈએ. (ટુંકમાં, જવાબ કે E ભરેલા જ હોવા જોઇએ બ્લેન્ક ન રહી જાય તેની ખાસ કાળજી લેશો.) કેટલા પ્રશ્નો અટેમ્પ કરવા ❓ પ્રશ્ન અટેમ્પ્ટ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું ❓ 📌પ્રશ્ન એટેમ્પટ કરતી વખતે સિરીઝ ચૂકાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. 50માં નંબરનો પ્રશ્ન ટીક કરો છો તો તે 51 માં અથવા તો 49 માં ટીક ના થઈ જાય તેની ખાસ પરેજી રાખવી. 📌કોઈપણ પરીક્ષા આપ્યા બાદ આપણને એવો અનુભવ થાય છે કે ઉતાવળ ન કરી હોત તો બે થી ત્રણ માર્ક વધુ આવી શક્યા હોત. હાલ તમારી પાસે સમય છે તો તમારા મનને એવી રીતે તૈયાર કરો કે પરીક્ષામાં એવી કોઈ ભૂલ કરવાની નથી કે જેથી તમને આવડતા હોય તેવા પ્રશ્નોના માર્ક્સ કપાય. આજે રાત્રે સૂતી વખતે પથારીમાં પડ્યા પડ્યા 15 મિનિટ સુધી બસ આ જ વાત તમારા મનને કરો. 📌પ્રશ્નો મહત્તમ (MAXIMUM) અટેમ્પટ કરવાના છે . 📌કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ, વિવેકબુદ્ધિ વાપરી તમે પરીક્ષા આપશો એવી આશા રાખું છું. All the best future Cops ✨

❤31👍2💯2🫡2
June 13, 2026 6.2K 6