છેલ્લા ઘણા બધા સમયથી વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે AI ની મદદથી તૈયારી કરવી જોઈએ કે નહીં...? એમને એક સરળ લાઈનમાં જવાબ આપીશ...
"આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી સમજૂતીને વધારે છે સમજૂતી આપતું નથી...અર્પણ".
આજે AI આધારિત ફોટાઓ અને શોર્ટ વિડીયો આવી રહ્યા છે... ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે એમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તો તમારા પુસ્તકોમાં પણ છે... બસ ખાલી બેગ્રાઉન્ડમાં થોડા ઘણા ગ્રાફિક્સ આપી દેવામાં આવે એટલે એ કન્ટેન્ટ સુપિરિયર થઈ જતું નથી... પુસ્તક વાંચવાની આળસના લીધે થતા ગેરલાભની ભરપાઈ AI દ્વારા બનાવવામાં આવેલ વિડિયો અને ફોટોથી ક્યારે કરી શકાશે નહીં.
Forwarded fromResilience Education
2February 13, 2026 1.4K