Public Administration for Mains ઉપરનો આર્ટીકલ એથિક્સ તથા જાહેર વહીવટ… — RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel — TG.ME

Public Administration for Mains


ઉપરનો આર્ટીકલ એથિક્સ તથા જાહેર વહીવટ માટેનો સ્પેશિયલ કે સ્ટડી ગણી શકાય... ચલો સમજીએ.

રાજકીય ઈચ્છા શક્તિ (Political Will) છે તથા નાણાની ફાળવણી પણ થઈ (Financial Allocation) ગઈ છે આમ છતાં પણ પ્રોજેક્ટ અટકી પડ્યો છે...

રાજકીય રીતે વિચારો તો તમને એવું લાગશે કે અહીંયા ભ્રષ્ટાચાર માટેની ગોઠવણ કરવા માટે આવું થતું હશે... પરંતુ પરીક્ષામાં તો તમે આવું લખી શકશો નહીં.

આ પ્રકારના કે સ્ટડીમાં પરીક્ષામાં શું લખવું જોઈએ?

Inaction & Delays from Bureaucracy

એકદમ સરળ છે જો મુલ્કી સેવક દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે અને બિનજરૂરી વિલંબ કરવામાં ન આવે તો આ યોજના શરૂ થઈ ગઈ હોત... અને મુલ્કી સેવકને આમ કરવાના પરિણામ ભોગવવાની પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે યોજના માટે રાજકીય ઈચ્છા શક્તિ ઉપલબ્ધ જ છે.



આભાર 🙏
❤1
February 13, 2026 1.3K